સાપુતારામાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 2નાં મોત

ગુજરાત | સમાચાર, સાપુતારામાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 2નાં મોત:બસમાં 65 પ્રવાસી સવાર હતા; શામગહાનને સાંકળતા માર્ગ પર ટ્રકને ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત

New Update
સાપુતારા

સાપુતારામાં ખીણમાં લક્ઝરી બસ ખાબકી છે. સાપુતારા પોલીસ અને 108ની ટીમે બચાવકાર્ય શરૂ કરી દીધું છે. લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ છે. 

લક્ઝરી બસમાં 70 જેટલા પ્રવાસીઓ હોવાનું અનુમાન છે. ઇજાગ્રસ્તોને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. આ અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. 45ને ઇજા થઈ છે.

ડ્રાઇવરે ખીણ પાસે સ્ટીયરિંગ વ્હીલ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેથી ઘણા લોકો લકઝરીમાં નીચે દબાયા હોવાનું મનાય છે. બસના પ્રવાસીનુ કહવું હતું કે, અમે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે, બસવાળાએ આઈસરવાળાને ઓવરટેક કર્યો એ દરમિયાન અચાનક જ ગાડી ઘાટમાં ઉતરી ગઈ હતી. અમે 18 લોકો ફરવા આવ્યા હતા. જો કે બસમાં કુલ અંદાજે 70 લોકો સવાર હતા. અકસ્માતના સ્થળે જ લોકોને સારવાર આપવામાં આવી હતી.

સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે

Latest Stories