Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: સુત્રાપાડાના મટાણા ગામે આવેલ પાધેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ કરે છે અનોખી સેવા,જુઓ વિડીયો

પાધેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે જેમાં મહંત ડુંગળીના રોપાનું વાવેતર કરી ખેડૂતોને વિતરણ કરે છે

X

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના મટાણા ગામે આવેલ પાધેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે જેમાં મહંત ડુંગળીના રોપાનું વાવેતર કરી ખેડૂતોને વિતરણ કરે છે ગીરસોમનાથ મટાણા ગામે આવેલ પાધેશ્વરી આશ્રમ મહંત કરસનદાસ બાપુ સેલા 10 વર્ષ થી અનોખી સેવા કરી રહ્યા છે ડુંગળીના રોપાનું વાવેતર કરી કરે છે.

વેચાણ અને તેમાં થતી કમાણી આશ્રમમાં દાન આપે છે છેલ્લા ઘણા વર્ષોથી સુત્રાપાડા કોડીનાર ઉના તાલાલા સહિતના વિસ્તારોમાંથી અહીં લોકો આ રોપાની ખરીદી કરવા માટે આવી રહ્યા છે.કરસનદાસ બાપુ એ વધુમાં જણાવ્યું હતું કે અમે ડુંગળીના રોપાનું વાવેતર સહેલા દસ વર્ષથી કરીએ છીએ અને તેમાંથી થતો નફો અને આશ્રમમાં વાપરીએ છીએ તેમજ ડુંગળીના રોપા બીજી અન્ય જગ્યા કરતા અમે લોકો અહીં સસ્તા દરે રોપાનું વેચાણ કરી રહ્યા છે..

તેમ જ અહીં આવતા લોકો સૌ પ્રથમ અમે ચા પાણી નાસ્તો કરાવીએ છીએ અને ત્યારબાદ તેઓને ડુંગળીના રોપાઓ આપીએ છીએ અમે લોકો કમાવા માટે નહીં પરંતુ લોકોની સેવા અને આશ્રમની સેવા માટે વર્ષોથી આ કામ કરી રહ્યા છે અને લોકોનો પણ અમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે

Next Story