રિક્ષામાં ઘરે જઈ રહેલી યુવતીનો દેહ ચૂંથી રિક્ષા ચાલકે પતાવી દીધી, વિસનગરના ચકસારી કેસમાં ખુલાસો

યુવતી સાથે જબરદસ્તી બળાત્કાર કર્યા બાદ યુવતીને માર માર્યો હતો અને બાદમાં યુવતીએ પહેરેલા કપડા કાઢી ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી

New Update
રિક્ષામાં ઘરે જઈ રહેલી યુવતીનો દેહ ચૂંથી રિક્ષા ચાલકે પતાવી દીધી, વિસનગરના ચકસારી કેસમાં ખુલાસો

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં યુવતીની ચકચારી હત્યાના બનાવનો ભેદ ઉકેલવામાં મહેસાણા પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે એક રિક્ષાચાલકને ઝડપી પાડી સમગ્ર મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે. યુવતી જે રિક્ષામાં સવાર થઈને ઘરે જઈ રહી હતી તે રિક્ષાના ચાલકે જ રસ્તામાં યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી વિજય ઠાકોરની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો?

Advertisment

મહેસાણાના વાલમ ગામની યુવતી મહેસાણા મોલમાં નોકરી કરતી હતી. તે દરરોજ પોતાના ગામથી નોકરી માટે અપડાઉન કરતી હતી. પરંતુ, 25મી તારીખે નોકરીએ ગયા બાદ યુવતી લાપત્તા બનતા તેમના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 27મી તારીખે બાસણા પાસેના એરંડાના એક ખેતરમાંથી યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. જેમાં યુવતીની હત્યા નિપજાવાઈ હોવાનો ખુલાસો થતા પોલીસે અજાણ્યા વ્યકિત સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

શું બન્યું હતું 25 એપ્રિલની રાત્રે?

25 એપ્રિલના સાંજે યુવતી નોકરી પતાવી પોતાના ઘરે જવા નીકળી એ દરમિયાન સિવિલ હોસ્પિટલ પાસે વાહનની રાહ જોઈ ઉભી હતી એ દરમિયાન એક રીક્ષા આવતા યુવતી રીક્ષા ભાડે કરી વિસનગર જવા નીકળી હતી. યુવતીને રીક્ષામાં બેસાડી વિજય ઠાકોર નામનો રીક્ષાચાલક રાત્રે 8 કલાક પછી મહેસાણાથી નીકળ્યો હતો. જ્યાં બાસણા કોલેજ આગળ આવતા જ તેણે પોતાની રીક્ષા કાચા રસ્તે લઇ જઈ એરંડાના ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં યુવતી સાથે જબરદસ્તી બળાત્કાર કર્યા બાદ યુવતીને માર માર્યો હતો અને બાદમાં યુવતીએ પહેરેલા કપડા કાઢી ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.