Connect Gujarat
ગુજરાત

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારો, 10 જિલ્લાના પ્રમુખોના નામ પર લાગી અંતિમ મહોર

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી થયા બાદ હવે પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારો, 10 જિલ્લાના પ્રમુખોના નામ પર લાગી અંતિમ મહોર
X

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખોની કરી નિમણુક

રાજ્યના 10 જિલ્લાઓમાં જીલ્લા પ્રમુખની કરાઈ નિમણુક

ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, રાજકોટ, જુનાગઢ, અમરેલી,

અમદાવાદ, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં પ્રમુખની કરાઇ વરણી

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી થયા બાદ હવે પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના 10 જિલ્લાઓના પ્રમુખની વરણી કરાઇ છે. આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી , અમદાવાદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં પ્રમુખની વરણી કરાઇ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખોની નિમણુક કરાઇ છે. જેમાં રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લલિત વાસોયાની નિમણુક તો જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરત અમીપરાની નિમણુક કરાઇ છે. આ સાથે અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત, અમદાવાદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર, ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભીની નિમણૂક કરાઇ છે.




આ સાથે આણંદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકીની નિમણુક કરાઇ છે. તો વડોદરા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયાર, નર્મદા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રફુલ પટેલ અને ડાંગ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણુક કરાઇ છે.

Next Story