ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર, 10 લોકો ઈજાગ્રસ્ત, 3ની હાલત ગંભીર

ધોલેરા-ભાવનગર હાઈવે પર રવિવારે બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ. જો કે અકસ્માતનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ અકસ્માત એટલો જોરદાર

New Update
accident

ધોલેરા-ભાવનગર હાઈવે પર રવિવારે બે લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ. જો કે અકસ્માતનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ અકસ્માત એટલો જોરદાર હતો કે ટક્કર પછી એક બસ રસ્તા પર પલટી મારી ગઈ. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગર લઈ જવામાં આવ્યા. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતને કારણે ધોલેરા-ભાવનગર હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.ચાર દિવસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અકસ્માત થયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. સરા-ધ્રાંગધ્રા રોડ પર એક કાર પલ્ટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.

Latest Stories