ડાંગ : ગિરિમથક સાપુતારામાં “મેઘ મલ્હાર પર્વ-2024” રંગારંગ કાર્યક્રમનો પ્રવાસન મંત્રીના હસ્તે પ્રારંભ

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તા. 29 જુલાઈથી 28 ઓગષ્ટ, એક માસ સુધી 'મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કર્યું છે.

New Update

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે પ્રવાસન વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવા અને તેને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તા. 29 જુલાઈથી 28 ઓગષ્ટએક માસ સુધી 'મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કર્યું છે. પ્રવાસન નિગમની હોટેલ તોરણ ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરા સહિતના આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગબેરંગી પરેડ અને ભવ્ય શોભયાત્રા થકી મેઘ મલ્હાર પર્વના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રોકલાકારોમનોરંજક પાત્રોઅલગ અલગ વેશભૂષામાં સજ્જ કલાકારો દ્વારા ડાંગી આદિવાસી નૃત્યતેમજ વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતીજ્યારે મેઘ મલ્હાર પર્વના ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ સ્ટેપ ગાર્ડન સર્કલ પાસેથી રેઇન રન મેરેથોનને પણ પ્રવાસન મંત્રી મુળુ બેરા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરાવ્યું હતું.

Latest Stories