/connect-gujarat/media/media_files/fTIOfYaD3TVzProIMP3e.png)
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદની સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે 22થી 25 ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં 25 જુને જો વધુ સિસ્ટમન એક્ટિવ થશે તો ફરી 25 બાદ પણ ગુજરાતમાં વરસાદ અવિરત રહેશે. હાલ ઓફ શૉર ટ્રફ રેખાના કારણે ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્ય છે. ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે 30 જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 22થી 25 દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને જોતા કચ્છ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે . પાટણ અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપ્યું છે. તાપી, નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. વલસાડ, ડાંગમાં વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.