6 જુલાઈથી મેઘરાજા ફરી કરશે તોફાની બેટિંગ, હવામાન વિભાગે કરી આગાહી

New Update
6 જુલાઈથી મેઘરાજા ફરી કરશે તોફાની બેટિંગ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં 3 દિવસ મેઘરાજા વિરામ લેશે. 6 જુલાઈથી મેઘરાજા ફરી તોફાની બેટિંગ કરશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ વરસશે. ત્રણ દિવસ બાદ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં જ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. જો કે આજે સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. 6 જુલાઈના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 જુલાઈના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે 4 જુલાઈથી પવનની ગતિ વધશે. આ કારણોસર 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને વરસશે મેઘરાજા. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે.

Latest Stories