રાજ્યના 141 તાલુકામાં મેહુલિયો મન મૂકીને વરસ્યો

રાજ્યમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે .રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોધાયો છે.

New Update
મેઘ

રાજ્યમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે.

 

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો.

દાંતામાં 8 ઈંચ અને વડગામમાં 4 ઈંચ  તો  મહીસાગરના કડાણામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે . દાંતામા 202 મિ.મી.,વડગામમાં 100 મિ.મી., કડાણામાં 84 મિ.મી., ગલતેશ્વરમાં 49 મિ.મી., પાલનપુરમાં 47 મિ.મી., કુકરમુંડામાં 47 મિ.મી., ઉમરપાડામાં 40 મિ.મી., ઝઘડિયામાં 34 મિ.મી., ઉમરગામમાં 31 મિ.મી. ખેડબ્રહ્મામાં 31 મિ.મી., હાલોલમાં 31 મિ.મી વરસાદ નોંધાયો છે

હવામાન વિભાગ અનુસાર, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.

 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે.

Latest Stories