Connect Gujarat
ગુજરાત

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી
X

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે,આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. માવઠાની આગાહીને પગલે ગીર સોમનાથમાં કેરી પકવતા ખેડૂતોમાં ચિંતામાં મૂકાયા છે.

આજે મધ્ય ગુજરાતના વડોદરા અને ભરૂચમાં પણ છુટોછવાયો વરસાદ વરસી શકે છે. તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. સુરેન્દ્રનગર અને વલ્લભવિદ્યાનગરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું તો સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. 15 એપ્રિલથી રાજ્યમાં ફરી કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી.. તો ગાંધીનગરમાં તાપમાનનો 38 ડિગ્રીને પાર પારો પહોંચ્યો છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.

Next Story