હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી, બે જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ

હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી, બે જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ
New Update

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તાપમાન 40ને પાર નોંધાયું છે. અમદાવાદ રાજકોટ અમરેલી સહિતના જિલ્લામાં તાપમાનનો પારો 45ને પાર જતાં આગ ઝરતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે હજુ પણ હિટવેવની આગાહી કરી છે.

રાજ્યમાં ભયંકર ગરમીથી હુજ કોઇ રાહત મળવાના સંકેત નથી મળી રહ્યાં .ગરમીને લઇને હવામાન વિભાગે બે જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે તો તો 20 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ચે. છ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું અહીં 46.6 ડિગ્રીના તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં છેલ્લા 127 વર્ષમાં 5મી વખત તાપમાન પારો ટોચ પર પહોંચ્યો છે. અમદાવાદના એયરપોર્ટ વિસ્તારમાં સૌથી ઉંચું તાપમાન નોંધાયું છે. એયરપોર્ટ વિસ્તારમાં 47.3 સેલ્સિયસ ગરમી નોંધાઇ છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ શહેરના અન્ય વિસ્તારમાં 46.6 ડિગ્રી ગરમી તાપમાન નોંધાયું છે.

કચ્છ-સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ તો ચાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમીનું યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ છે. જેમા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.

#India #ConnectGujarat #Meteorological Department #two districts
Here are a few more articles:
Read the Next Article