/connect-gujarat/media/media_files/2025/05/14/C17VZ77sDCQSt8kmFEPR.jpg)
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાગ વરસી રહ્યો છે. આ બાદ સૌરાષ્ટ્ર પર પણ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુંલેશના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 14 મે સુઘી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
આજે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. વડોદરા અને છોટાઉદેપુરમાં પણ આજે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 14 મે બાદ એટલે કે 15 મે થી ગુજરાતમાં વરસાદ બંઘ થઇ જશે અને ફરી એકવાર ગરમી વધશે.
વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાપુતારા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. માવઠાની સાથે ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે.સાપુતારા અને આસપાસના વિસ્તારમાં વરસાદ બાદ ઠંડક પ્રસરી ગઇ. ગિરિમાળાએ ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જ્યા હતા.