MLA અલ્પેશ ઠાકોરે 100 જેટલા સમર્થકો સાથે પાવાગઢ મહાકાળી મંદિરે 52 ગજની ધ્વજા ચડાવી

New Update
MLA અલ્પેશ ઠાકોરે 100 જેટલા સમર્થકો સાથે પાવાગઢ મહાકાળી મંદિરે 52 ગજની ધ્વજા ચડાવી

સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીના આર્શીવાદ મેળવવા માટે તેમજ માતાજીના મંદિરે ધ્વજા રોહણ કરવા માટે આજરોજ ગુજરાતના ઠાકોર સમાજના અગ્રણી અને ગાંધીનગર દક્ષિણના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પધાર્યા હતા. જેમાં તેઓની સાથે તેઓના 100 જેટલા સમર્થકો પણ પાવાગઢ ખાતે પધાર્યા હતા. જ્યાં તેઓનું ઠાકોર સેનાના કાર્યકરો હોદ્દેદારો દ્વારા ભવિષ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અલ્પેશ ઠાકોરનું ઠાકોર સેના દ્વારા પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરાયા બાદ ઠાકોરસેના દ્વારા અલ્પેશ ઠાકોરની સાકર તુલા કરવામાં આવી હતી. જે બાદ અલ્પેશ ઠાકોર સહિતના તેઓની સાથે પધારેલા તેઓના સમર્થકોએ મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં મીની શોભાયાત્રા સાથે અલ્પેશ ઠાકોર સહિત તેઓના સમર્થકો દ્વારા માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ પૂજારી દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન સાથે ધ્વજાજીની પૂજા અર્ચના કરાયા બાદ અલ્પેશ ઠાકોરે પોતાની સાથે પધારેલા 100 જેટલા સમર્થકો અને ઠાકોર સેનાના કાર્યકરો અને હોદ્દેદારોની હાજરીમાં જય માતાજીના ગગન ભેદી જયધોષ સાથે 52 ગજની ધજા માતાજીના મંદિરના શિખર પર લહેરાવી ધન્યતા અનુભવી હતી.

Latest Stories