મોરબી દુર્ઘટના: ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવનાર ન.પા.ના ચીફ ઓફિસર સસ્પેન્ડ

મોરબી દુર્ઘટના: ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવનાર ન.પા.ના ચીફ ઓફિસર સસ્પેન્ડ
New Update

મોરબીમાં પુલ તૂટી પડતા 135થી વધુ લોકોના મોત નીપજવાની ઘટના બાદ રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે અને મોરબી નગર સેવા સદનના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

મોરબીના ઝુલતા પુલની દુર્ધટનાને પગલે રાજ્યનો શહેરી વિકાસ વિભાગ એક્શનમાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે. બીજી બાજુ મોરબી દુર્ઘટના બાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું પણ લોકેશન મળી આવ્યું છે. ઓરેવાના જયસુખ પટેલ હરિદ્વારમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વારમાં હોવાની ચર્ચા થઇ રહી છે. જયસુખ પટેલનો બંગલો હરિદ્વારમાં છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સતત 5માં દિવસે મોરબીના ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયુ ઓપરેશન પૂર્ણ થઇ ગયું હતું જો કે આ દુર્ઘટનામા અત્યાર સુધીમાં 135 લોકોના મોત નિપજ્યા હતા

#Gujarat #ConnectGujarat #Morbi bridge tragedy #chief officer suspended #Orewa company responsible
Here are a few more articles:
Read the Next Article