મોરબી શહેરના બાપા સીતારામ ચોક નજીક વોકળામાં ડમ્પર ઘુસી જતાં 2 યુવતીઓનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના બાપા સીતારામ ચોક નજીકથી પસાર થતાં કપચી ભરેલ ડમ્પરને અકસ્માત નડ્યો હતો, જ્યાં વોકળા ઉપર પેવર બ્લોક નાખેલ હોય ત્યાં રોડ પર કોન્ટ્રાક્ટરનું કપચી ભરેલ ડમ્પર અચાનક નમી પડ્યું હતું. જોતજોતામાં જ ડમ્પર રોડમાં ઘુસી ગયું હતું. ડમ્પર નમી પડતાં નજીકમાં રહેલ એક મોપેડ પણ ડમ્પર નીચે દબાઈ ગયું હતું.
જોકે, આ અકસ્માતમાં બાઇકચાલક સહિત 2 યુવતીનો આબાદ બચાવથતાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી, ત્યારે હાલ તો કાળજું કંપાવનાર અકસ્માતનાCCTV વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.