Connect Gujarat
ગુજરાત

મોરબી : 362 ગ્રામ પંચાયતમાં QR કોડની મદદથી ઓનલાઈન વેરા સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ...

મોરબી જિલ્લાની 362 ગ્રામ પંચાયતમાં QR કોડની મદદથી ઓનલાઈન વેરા સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

X

મોરબી જિલ્લાની 362 ગ્રામ પંચાયતમાં QR કોડની મદદથી ઓનલાઈન વેરા સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં હવે મોરબી જિલ્લો અગ્રેસર બન્યો છે.

હવે, ગ્રામજનો પણ પંચાયતને લગતા પાણી વેરા, સફાઈ વેરા, મકાન વેરા, વ્યવસાય વેરા વગેરેનું ચૂકવણું ઘરે બેઠા કરી શકશે. જેથી ગ્રામજનોને પંચાયત ઘરે રૂબરૂ જવાની જરૂરિયાત નહીં રહે. ગુજરાતમાં પેપરલેસ કાર્યપદ્ધતિ, ઈ-સરકાર, ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત માટે ઈ-પેમેન્ટ વગેરે સવલતો વિકસાવાઈ રહી છે, ત્યારે મોરબી જિલ્લો આ પહેલમાં અગ્રેસર બની રહ્યો છે. મોરબી જિલ્લાની 362 ગ્રામ પંચાયતમાં QR કોડની મદદથી ઓનલાઈન વેરા સ્વીકારવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ગ્રામજનો તેમના વેરા ઓનલાઈન ભરી ગ્રામ પંચાયતોના ખાતામાં સીધા જ રૂપિયા જમા કરાવી પારદર્શક વહીવટના હકદાર બન્યા છે, ત્યારે ગ્રામજનો પણ ગ્રામ પંચાયતનો વેરો, પાણી વેરો, મકાન વેરો ભરવા લાઈનમાં ઉભા રહેતા અને કેસની લાઈનની ઝંઝટથી દૂર કરીને હાલ QR કોડ સિસ્ટમની સરાહના કરી રહ્યા છે.

Next Story