વર્ષ 2023-24માં આદિજાતિના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ મળ્યો : આદિજાતિ વિકાસમંત્રી

ગુજરાત સરકારે વર્ષ 2023-24માં આદિજાતિના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિનો અને 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપ્યો

New Update

ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધ્યો

વર્ષ 2023-24માં આદિજાતિના વિદ્યાર્થીઓને મળ્યો લાભ

12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ

રૂ. 2.50 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ

ગુજરાત સરકારે વર્ષ 2023-24માં આદિજાતિના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિનો અને 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપ્યો છે. રાજ્યમાં ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં 7000થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં 28 હજારથી વધુ સ્માર્ટ વર્ગખંડો દ્વારા આદિજાતિ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરુ પાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે 8035 પ્રાથમિક શાળાઓ1064 માધ્યમિક શાળાઓ અને 509 જેટલી ઉચ્ચ શૈક્ષણિક શાળાઓ કાર્યરત છે. આ ઉપરાંત661 આશ્રમ શાળાઓ75 આદર્શ નિવાસી શાળાઓ અને 71 કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો પણ આદિજાતિ વિસ્તારોમાં કાર્યરત છે. આદિજાતિ વિસ્તારોમાં 11 સાયન્સ11 કોર્મસ અને 23 આર્ટ્સની મળીને કુલ 45 કોલેજો175 સરકારી છાત્રાલયો અને 920 ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોની પણ સ્થાપના કરવામાં આવી છે.

Latest Stories