ગુજરાતમાં 4.94 કરોડથી વધુ મતદારો, ચૂંટણી વિભાગે પત્રકાર પરિષદમાં આપી માહિતી

ગુજરાતમાં 4.94 કરોડથી વધુ મતદારો, ચૂંટણી વિભાગે પત્રકાર પરિષદમાં આપી માહિતી
New Update

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5 બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે

ગુજરાત લોકસભાની ચૂંટણી 2024 માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. મતદાર યાદી , ઈવીએમ અને મતદાન મથકોનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. મતદાતાઓને મતદાન મથકે સુખદ અનુભવ થાય તે માટે વિશેષ આયોજનો કરાયા છે. એટલું જ નહીં, યુવાનો અને વડીલો મતદાન માટે પ્રેરાય તે માટે વિશેષ પ્રયત્નો પણ કરાયા છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર સજાગ છે. રાજ્યનો કોઈપણ નાગરિક કોઈપણ સ્થળેથી આદર્શ આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી-વીજીલ(c-VIGIL) મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે.આ પત્રકાર પરિષદમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્ય, અધિક સચિવ પ્રકાશ પટણી, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ અને સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી પી.ડી. પલસાણા ઉપસ્થિત રહ્યાં હતાં.

2,39,78,243 મહિલા અને 2,54,69,723 પુરૂષ મતદારોમુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તા. 05/01/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,94,49,469 મતદારો નોંધાયા છે. જે પૈકી 2,39,78,243 મહિલા મતદારો અને, 2,54,69,723 પુરૂષ મતદારો છે. ગુજરાતમાં 1,503 જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી 18થી 19 વર્ષની વય ધરાવતા 11,32,880 યુવા મતદારો આ લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.આજના દિવસ બાદ નામ કમી/સુધારાની જે અરજીઓ મળશે તેનો નિર્ણય લોકસભા સામાન્ય ચૂંટણી-2024 પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.

#Gujarat #Press Conference #Election Department
Here are a few more articles:
Read the Next Article