ગુજરાતમાં 5 કરોડથી વધુ લોકોનું થયું વેક્સિનેશન

ગુજરાત રસીકરણમાં અગ્રેસર, રાજ્યમાં 5 કરોડ ડોઝ આપવામાં આવ્યા.

New Update
ગુજરાતમાં 5 કરોડથી વધુ લોકોનું થયું વેક્સિનેશન

ગુજરાત રસીકરણમાં બાહુબલી સાબિત થયું છે. કુલ રસીકરણ રાજ્યમાં 5 કરોડને પાર થઇ ગયું છે.3.5 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 1.15 કરોડ લોકોને બન્ને ડોઝ અપાઇ ગયા છે. હજુ પણ 18 વર્ષ ઉપર વયજૂથમાં 1.23 કરોડ લોકોને એક પણ ડોઝ મળ્યો નથી આગામી સમયમાં તે પણ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યમાં 16મી જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં 234 દિવસમાં 5 કરોડનો આંકડો પાર કરવામાં સફળતા મળી છે. હવે જો થોડી સાવચેતી રાખવામાં આવે તો આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં કાળજી રાખવામાં આવશે તો કોરોના પર કાબુ મેળવી શકાશે.18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 76%ને પહેલો ડોઝ, 27%ને બન્ને ડોઝ અપાયા છે.

રાજ્યમાં 2.73 કરોડ પુરુષોની સામે 2.27 કરોડ મહિલાઓનું રસીકરણ થયું છે.હાલમાં રસીકરણની સ્થિતિ પ્રમાણે જો દૈનિક 3.50થી 4 લાખ નો પહેલો ડોઝ મળે તો આગામી 40 દિવસમાં 18 વર્ષ ઉપરની 100 ટકા વસ્તીને પહેલો ડોઝ મળી જશે.રસીકરણ મામલે દેશમાં 8.14 કરોડ ડોઝ સાથે ઉત્તરપ્રદેશ સૌથી આગળ છે જ્યારે મહારાષ્ટ્ર 6.37 કરોડ સાથે બીજા ક્રમે છે.5 કરોડ સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે. જયારે સમગ્ર દેશમાં કુલ 70 કરોડ લોકોનું રસીકરણ થયું છે.

Latest Stories