/connect-gujarat/media/media_files/2025/04/12/v6qfRniqHHKikVuOLAb6.jpg)
તાજેતરમાં સાંસદ અને એક્ટ્રેસ જયા બચ્ચને અક્ષય કુમારની ફિલ્મ 'ટોઇલેટ એક પ્રેમ કથા' પર કૉમેન્ટ કરી હતી. હવે એક્ટરે તેમની કૉમેન્ટ પર પ્રતિક્રિયા આપી છે.
મીડિયા સાથે વાતચીત કરતા અક્ષયને આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેણે કહ્યું- 'હવે જો તેમણે કહ્યું છે, તો તે સાચું જ હશે.
' મને નથી લાગતું કે મેં 'ટોઇલેટ એક પ્રેમ કથા' જેવી ફિલ્મ બનાવીને કંઈ ખોટું કર્યું છે. જો તેઓ એવું માને છે તો તે સાચું હોવું જોઈએ. એટલું જ નહીં એક્ટરે ટોણો મારતા એમ પણ કહ્યુ- 'કોઈ બેવકૂફ જ આવું વિચારી શકે છે.પ્રેસ મીટ દરમિયાન, અક્ષયને પૂછવામાં આવ્યું કે જ્યારે તેમના સાથી કલાકારો તેમની ફિલ્મોની ટીકા કરે છે ત્યારે કેવું લાગે છે? અક્ષયે કહ્યું- મેં જે પ્રકારની ફિલ્મો બનાવી છે તેની ટીકા ફક્ત કોઈ બેવકૂફ (મૂર્ખ) જ કરી શકે છે. મેં 'પેડમેન', 'ટોઇલેટ એક પ્રેમ કથા', 'એરલિફ્ટ', 'કેસરી 1' અને 'કેસરી 2' ફિલ્મો બનાવી. તમે જ કહો આમાં મેં શું ખોટું કર્યું છે. આવી ઘણી ફિલ્મો છે, જે સમાજને જાણકારી આપે છે. તેથી ફક્ત કોઈ મૂર્ખ જ આ ફિલ્મોની ટીકા કરશે.