વલસાડ બાળ તસ્કરી મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વાપીથી 6 બાળકો સાથે મહિલાની ધરપકડ કરી

બાળક ચોરીના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમ વાપીના વૈશાલી ચાર રસ્તા પહોંચી હતી. જેમાં બ્રિજ નીચે ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતી મહિલાની મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસે ઘરપકડ કરી 

New Update
વલસાડ જિલ્લાના વાપી શહેરના વૈશાલી ચાર રસ્તા નજીકથી મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાળ તસ્કરી મામલે એક મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ વલસાડ જિલ્લાના વાપી ખાતે આવી પહોંચી હતી. બાળક ચોરીના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમ વાપીના વૈશાલી ચાર રસ્તા પહોંચી હતી. જેમાં બ્રિજ નીચે ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતી મહિલાની મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસે ઘરપકડ કરી 
બાળકોની તસ્કરી કરતી ગેંગના મામલે સમગ્ર દેશમાં તપાસ કરતી મુંબઈ પોલીસને વિશાખાપટ્ટનમથી એક બાળકી મળી આવી હતી. આ બાળકીના તાર વલસાડના વાપી સુધી જોડાયેલા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. મુંબઈ પોલીસ દ્વારા વાપીમાંથી ધરપકડ કરાયેલ મહિલાએ પોતે પોતાની બાળકીને વેચી હોવાનું રટણ કર્યું હતું.
આ સાથે જ મહિલા પાસેથી અન્ય 6 બાળકો પણ મળી આવ્યા હતા. જોકે, મુંબઈ પોલીસ દ્વારા આ મામલે બાળકી અને તેની માતાનું DNA ટેસ્ટ કરવામાં આવશે. મુંબઈ પોલીસને એ પણ શંકા છે કે, આ મહિલાએ કોઈ અન્ય માતાનું બાળક ચોરીને વેચી દીધું છે. જોકે, મહિલાની સઘન પૂછપરછ બાદ તથ્ય બહાર આવશે. હાલ તો વાપી GIDC પોલીસની મદદથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મહિલાની ધરપકડ કરી મુંબઈ રવાના થઈ હતી.
Latest Stories