Connect Gujarat
ગુજરાત

નડિયાદ : મહિલા પીએસઆઇએ મહિલાને કહયું બાળક ખરીદવું છે, બસ પછી તો આખું કૌભાંડ બહાર આવ્યું

ગરીબ માતાઓને બોલાવવામાં આવતી હતી નડિયાદ, નડિયાદમાં નાણાની લાલચ આપી કરાવાતી હતી ડીલીવરી.

X

નડિયાદમાં મહિલાઓની ટોળકીને નવજાત શિશુઓનો સોદો કરતાં ઝડપી પાડવામાં આવી છે. મહિલા પીએસઆાઇએ નકલી ગ્રાહક બની મહિલાઓનો સંપર્ક કરતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફુટયો છે.

ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદમાં નવજાત શિશુઓને વેચી મારવાનો વેપલો સામે આવ્યો છે. દેશના અન્ય રાજયોમાંથી ગર્ભવતી મહિલાઓને નડિયાદ બોલાવવામાં આવતી નથી. આ મહિલાઓને બાળકના જન્મ આપવા પર દોઢ લાખની રકમ આપવામાં આવતી હતી. નવજાત શિશુનો કબજો મેળવ્યાં બાદ તેને એજન્ટને આપી દેવામાં આવતું હતું. આ એજન્ટો નિસંતાન દંપત્તિઓ પાસે લાખો રૂપિયા પડાવતાં હતાં.

નડીયાદ એસઓજીને આ ગોરખધંધાની ચોકકસ બાતમી મળી હતી. જેના આધારે મહિલા પીએસઆઇ આર.ડી.ચૌધરીને નકલી ગ્રાહક બનાવવામાં આવ્યાં હતાં મહિલા PSI ડમી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન વોચ ગોઠવેલા સ્થળે માયાબેનની સાથે અન્ય મોનિકા મહેશ શાહ અને પુષ્પા સંદીપ પટેલિયા પણ હાજર હતી.

આ પછી ડમી માતા બની ગયેલી મહિલા પીએસઆઇએ તેને એક બાળક જોઈએ છે એવી વાત કરતાં આ ત્રણેય મહિલાએ ઘુસપુસ કરી થોડીવાર ઊભા રહો, અમે બાળક આપીએ છીએ અને તેનો ભાવ 6 લાખ રૂપિયા નક્કી કરાયો હતો. આખરે એક મહિલા નવજાત શિશુને લઇને આવી હતી. પોલીસે ત્રણે મહિલાઓને કોર્ડન કરી ધરપકડ કરી લીધી હતી. નવજાત શિશુ નાગપુરથી આવેલી એક મહિલાનું હોવાનું બહાર આવ્યું છે. આ મહિલાને નડિયાદની એક હોટલમાં રોકવામાં આવી હતી.

નવજાત શિશુ વેચવાના કૌભાંડમાં બાળકની માતાની પૂછપરછ કરતાં તેને નાણાંની જરુરિયાત હોવાથી માયા, મોનિકા અને પુષ્પા સાથે સંપર્ક કર્યા બાદ દોઢ લાખ રૂપિયામાં તેનો સોદો કરાયો હતો. પોલીસે માયા, મોનિકા અને પુષ્પાની સાથે બાળકની માતાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી પરપ્રાંતમાંથી ગરીબ મહિલાઓને અહીં લાવી ડિલિવરી કરાવતી હતી. ત્યાર બાદ તેને અમુક રકમ આપી બાળક મેળવી લેતી અને અહીં તેને મેળવવા ઈચ્છતા લોકો પાસેથી ઊંચી કિંમત લઈ તેનું વેચાણ કરી નાખતી. પોલીસની તપાસમાં આ મામલે વધુ ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ શકે છે.

Next Story