નર્મદા જિલ્લાના એક્તનાગર ટેન્ટસિટી 2 ખાતે ખાસ દિવ્યાંગજન સશક્તિકરણ અંતર્ગત નોંધારાનો આધાર દ્વિદિવસીય સંવેદના કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના એકતાનગરમા ટેન્ટસિટી-૨ ખાતે દિવ્યાંગજન કે જેઓએ હમેશ માટે લોકો પર નિર્ભર રહેવું પડતું હોય છે તે અંતર્ગત "નોધારાનો આધાર" પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર ડી. એ. શાહેએ કાર્યકરમાં આપી હાજરીમંત્રી વીરેન્દ્રકુમારે આ પ્રોજેકટ દ્વારા રાજ્યોને પણ પ્રેરણા મળશે તેમ જણાવ્યુ હતું. જિલ્લા કલેકટર ડી. એ. શાહે રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે યોજાયેલી દ્વિદિવસીય સંવેદના કાર્યશાળાનું સમાપન કર્યું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા સ્માઈલ યોજના દ્રારા જે લાભો આપવામાં આવી રહ્યા છે. તેવા જ લાભો "નોધારાનો આધાર" પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.