Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજપીપળાને પ્લાસ્ટિક મુક્ત કરવા જાગૃત યુવાને 3 દિવસમાં 400 કિલો પ્લાસ્ટિક ભેગું કર્યું...

રાજપીપળા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે એક જાગૃત યુવાને અનોખી સ્વચ્છતા ઝુંબેશ થકી સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા તરફ ડગલું માંડ્યું

X

રાજપીપળાને પ્લાસ્ટિક મુક્ત કરવા યુવાનની અનોખી પહેલ

જાગૃત યુવાને અનોખી સ્વચ્છતા ઝુંબેશ તરફ ડગલું માંડ્યુ

3 દિવસમાં 400 કિલો પ્લાસ્ટિક ભેગું કરી પાલિકાને સોંપ્યું

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે એક જાગૃત યુવાને અનોખી સ્વચ્છતા ઝુંબેશ થકી સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા તરફ ડગલું માંડ્યું છે. આ યુવાને 3 દિવસમાં 400 કિલો પ્લાસ્ટિક ભેગું કરી રાજપીપળા નગરપાલિકાને સોંપ્યું હતું. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નર્મદા ટેલિકોમ શો-રૂમ ધરાવતા નીરજ પટેલ દ્વારા એક સ્વચ્છતા ઝુંબેશમાં રાજપીપળા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં એક જાહેરાત કરી હતી કે, રાજપીપળામાં છૂટું છવાયું પડેલું સિંગલ યુઝ પ્લાસ્ટિક કે, જે બહુ ખતરનાક છે.

તેને વીણીને પોતાને જમા કરાવશે તો કિલો દીઠ અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ જાહેરાતના પગલે તેઓના શો-રૂમમાં લોકોની પડાપડી જોવા મળી હતી. જેમાં 3 દિવસ એટલે કે, તા. 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીમાં 400 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિક જમા થયું હતું. જેનો પાલિકા દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે. આ એક પ્રયાસથી મોટી સફળતા મળતા હવે બીજો પ્રયત્ન કરવા તેઓને પ્રેરણા મળી છે.

Next Story