Connect Gujarat
ગુજરાત

નર્મદા : શાંતિના દૂતો જ તોફાનો કરાવે છે, બાદમાં શાંતિદૂત બની સાંત્વના પણ આપે છે : સાંસદ મનસુખ વસાવા

નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા આ ગામમાં 3 જિલ્લાની પોલીસ સુરક્ષા વ્યવસ્થા માટે મુકી દેવામાં આવી છે

X

સેલંબામાં શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારાનો મામલો

સાંસદ મનસુખ વસાવાએ લીધી સેલંબા ગામની મુલાકાત

તોફાની તત્વોથી લોકોએ ચેતવાની જરૂર : મનસુખ વસાવા

નર્મદા જિલ્લાના સેલંબા ગામે ગતરોજ બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 2 જુથ સામસામે આવી જઈ પથ્થરમારો થતાં ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો, ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા આ ગામમાં 3 જિલ્લાની પોલીસ સુરક્ષા વ્યવસ્થા માટે મુકી દેવામાં આવી છે. આજે 48 કલાલ બાદ પણ ગામમાં તમામ બજારો બંધ છે, અને લોકો પોતાના ઘરોમાં પુરાઈ ગયા છે, ત્યારે આજે આ ગામની મુલાકાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા આવી પહોચ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જે દુકાનોમાં આગ લાગી હતી. તે દુકાનના માલિકો સાથે વાત તેમજ વેપારીઓ સાથે બેઠક પણ કરી હતી. સેલંબા ખાતે નર્મદા જિલ્લા એસપી પ્રશાંત શુમ્બે, સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક પણ યોજાય હતી.

જેમાં આવતી કાલથી ગ્રામજનો દ્વારા ભાઈચારો રાખી રાબેતા મુજબ બજારો શરૂ કરવાની ખાતરી આપી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, આ તોફાનો રિંગ લીડરો દ્વારા કરાવવામાં આવ્યા છે, અને સાથે જ આક્ષેપ પણ કર્યા હતા કે, બે નંબરના ધંધા કરનારા લોકોએ આ તોફાનોમાં મોટો ભાગ ભજવ્યો છે. જે એક રાજકીય પાર્ટીના નેતાએ પીઆઈ કક્ષાના અધિકારીને કહ્યું હતું કે, આ ઘટના પૂર્વ આયોજિત હતી. તો આ આગેવાને તોફાન ન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ અને ઉશ્કેરણી જનક શબ્દો પણ ન બોલવા જોઈએ. વધુમાં સાંસદ મનસુખ વસાવાએ શાંતિ સમિતિની બેઠકમાં જણાવ્યુ હતું કે, શાંતિના દૂતો દ્વારા આ તોફાનો કરાવવામાં આવ્યા છે, અને પછી પાછા શાંતિદુત બનીને સાંત્વના આપવા આવી જાય છે. આવા લોકોથી લોકોએ પણ ચેતવાની જરૂર છે. ઉપરાંત સાંસદ મનસુખ વસાવા દ્વારા શાંતિ રાખવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી.

Next Story