Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજ્યમાં કથળતા શિક્ષણ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન, જુઓ શું કહ્યું..!

રાજ્યમાં સુવિધાઓ પૂરતી છે, શિક્ષકો છે. છતાં ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતીઓ તૈયાર થતા નથી

X

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ખાતે પત્રકાર પરિષદ યોજી વિવિધ મુદ્દે વાત કરી હતી. જોકે, રાજ્યમાં કથળતા શિક્ષણ મુદ્દે તેઓએ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની ઝાટકણી કરતાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

નર્મદા જિલ્લા ખાતે સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં 8 વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવમાં આવેલ પ્રજાલક્ષી યોજનાઓની વાત કરી હતી. આ સાથે જ તમામ સમાજને ધ્યાનમાં રાખી વિકાસ કર્યો હોવાનું પણ જણાવ્યુ હતું. સાંસદ મનસુખ વસાવાએ રાજ્યમાં કથળતા શિક્ષણને લઈને જણાવ્યું હતું કે, રાજ્યમાં સુવિધાઓ પૂરતી છે, શિક્ષકો છે. છતાં ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાતીઓ તૈયાર થતા નથી. જેમાં માત્ર સરકાર જવાબદાર નથી.

પરંતુ શાળાના શિક્ષકો, વાલીઓ અને સમાજની જવાબદારી પણ જરૂરી છે. શિક્ષણનું સ્તર સુધારવા તમામે આગળ આવવું પડશે. રાજ્યના મુખ્યમંત્રી રાજ્યમાં શિક્ષણને લઈને ખૂબ ચિંતિત હોવાની વાત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે ગુજરાતના વિદ્યાર્થીઓઓ વિદેશમાં ભણવા જાય છે. પરંતુ ગુજરાત કરતા વધુ ખરાબ શિક્ષણ વિદેશનું છે. આ સાથે જ તેઓએ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તો અંદરો અંદર લડવામાંથી ઉંચી નથી આવતી જેને કારણે શિક્ષણ બગડી રહ્યું છે. ઉપરાંત કેટલીક શૈક્ષણિક સંસ્થાના સંચાલકો તો માત્ર સરકારની ગ્રાન્ટ લેવા માટે જ શૈક્ષણિક સંસ્થાઓ ખોલે છે જે ન થવું જોઈએ તેમ પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું.

Next Story