નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતી ફિલ્મ કલાકરો અને રાજકીય નેતાઓ વચ્ચે યોગ દિવસની ઉજવણી, 3800 થી વધુ લોકો જોડાયા

આજે વિશ્વ યોગ દિવસ અને સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લાની શાન ગણાતું સ્ટેચ્યું ઓફ યુનિટી એકતાનગર ખાતે ઉજવણી કરાઇ હતી

New Update
નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતી ફિલ્મ કલાકરો અને રાજકીય નેતાઓ વચ્ચે યોગ  દિવસની ઉજવણી, 3800 થી વધુ લોકો જોડાયા

આજે વિશ્વ યોગ દિવસ અને સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લાની શાન ગણાતું સ્ટેચ્યું ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ ગુજરાતી ફિલ્મના કલાકારો, ગાયક કલાકારો અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં યોગા કરવામાં આવ્યા હતા.

આઝાદીના 75 માં અમૃત મહોત્સવ નિમિતે 21 જુનના રોજ 'વિશ્વ યોગ દિવસ' ને વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં અને શહેરોમા યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ પાયે આયોજન તમામ જિલ્લા કક્ષાએ થી કરવામાં આવ્યું છે. જેમાં 75 જેટલા યુનિક આઇકોન સ્થળો પર યોગ કરવામાં આવ્યું હતું. જેમાંથી સૌથી આકર્ષણ નું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હતું .

રાજ્ય સરકાર અને SOU સત્તા મંડળ દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકારો, ગાયક કલાકારો ને એક સેલિબ્રિટી તરીકે બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઇડરના ધારાસભ્ય અને પ્રખ્યાત ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયા, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી યુક્તિ રાંદેરીયા,લોક ગાયિકા કિંજલ દવે, ગાયક આદિત્ય ગઢવી પણ યોગસાધના કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને માર્ગમકાન મંત્રી પુરણેશ મોદી સહિત સ્થાનિક નેતાઓ, સાંસદો વિવિધ સંસ્થાઓ, યુવાઓ યુવતીઓ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહી યોગ કર્યો હતો.અંદાજીત 3800.થી વધુ લોકો દ્વારા sou વિસ્તારમાં યોગ કરવામાં આવ્યો હતો.ફિલ્મ કલાકારો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવીને યોગ કરી ધન્યતા અનુભવીની વાત કરી હતી જ્યારે કેન્દ્રીય આરોગ્ય.મંત્રી મનસુખ માંડવીયા એ યોગ થી કોરોના માં ખૂબ રાહત.મળી. છે એટલા.માટે યોગ કરવો જરૂરી હોવાની વાત કરી દેશમાં વધતા કોરોના કેસોને લઈ વાત કરવાની ટાળી હતી.

Latest Stories