/connect-gujarat/media/post_banners/fcaa9a2990cbdbdd9fc081a2690f7acd495ca4b9e86aba5732855494c1a8de87.jpg)
નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાના આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાટ તથા એસ.ઓ.જી. સ્ટાફ ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા જિલ્લામાં કેટલીક જગ્યાએ વોચ ગોઠવી હતી, ત્યારે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કાબરીપઠાર ગામની સીમમાં કેટલાક ઈસમો જંગલમાં શિકાર કરવા ગેરકાયદેસર સીંગલ બેરલ મઝલ લોડેડ 3 બંદૂક રાખી હોવાની બાતમી મળી હતી, ત્યારે ડેડીયાપાડાના ગાજર ગોટા ગામ નજીક કેટલાક લોકો શિકાર કરી પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન પોલીસે નાકાબંધી કરી ચેકીંગ કરતા જંગલમાંથી શિકાર કરી આવતા 5 શખ્સો પોલીસને જોઈ તેમની પાસેના હથિયાર અને એક બાઈક ફેંકી ભાગી ગયા હતા.
પોલીસે ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગરની 3 હાથ બનાવટની સીંગલ બેરલ મઝલ લોડેડ બંદુકો જપ્ત કરી ડેડીયાપાડા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી નાસી ગયેલ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે