/connect-gujarat/media/post_banners/d3597e6716140e2e310c5a76a904281fe90ec49cca820c1ec701810d2ab94925.jpg)
કોમી એકતાના પ્રતિક સમી દરેક કોમના લોકો જ્યાં માથું ટેકવે છે, એવી 638 વર્ષ પુરાની નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર સ્થિત મઝાર શરિફ નિઝામશાહ નાદોડીના ઉર્ષ મુબારકની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નિઝામશાહ નાદોડીની મઝાર શરિફની સાથે તેમના સાથી ખિદમત અલી બાબાની પણ મઝાર આવેલી છે. જે 52 ગજની છે, અને તે ભારતભરમાં સૌથી મોટી અને લાંબી મઝાર શરિફ હોવાનું મનાય છે, જ્યાં 3 દિવસ તેમનું ઉર્ષની સાથે કવ્વાલીનો મુકાબલો પણ કરવામાં આવે છે. જેમાં કેટલાય જીલ્લાના હિંદુ-મુસ્લિમ બિરાદરો આવે છે, ત્યારે નિઝામશાહ નાદોડીના ઉર્ષ મુબારકની શાનદાર ઉજવણી નિમિત્તે કવ્વાલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મઝાર શરિફનો ઇતિહાસ ઘણો જૂનો છે. જેમાં આ એક એરંબા વન હતું, અને આજ જગ્યાએ નિઝામશાહ દાદા અને તેમનો ચેલો રહેતા હતા. આ દરમ્યાન આકાશમાં એક રાક્ષસને ઉડતા જોતાં જ નિઝામશાહ દાદાએ ચેલાને કહ્યું કે, ઉસકો પકડલે. પરંતુ ચેલો હાઈટમાં નાનો હતો. જોકે, ગુરુએ કહ્યું એટલે ખિદમત અલી બાબાએ રાક્ષસને પકડવા હાથ ઊંચો કર્યો તો આપોઆપ ખિદમત અલી બાબાની હાઈટ લાંબી થઈ ગઈ અને રાક્ષસને મારી નાંખ્યો હતો. આ ઘટનાને આજે 638 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારથી દાદાનું ઉર્ષ મનાવવામાં આવે છે. સાથે આ ઉર્ષમાં લોકમેળો પણ ભરાય છે, અને આ મેળામાં અને ઉર્ષમાં કોમી એકતાના દર્શન થાય છે.