Connect Gujarat
ગુજરાત

નર્મદા : વડિયા પેલેસ કેમ્પસમાં વન વિશ્રામ ગૃહ-વન કવચનું વન મંત્રીના હસ્તે લોકાર્પણ...

2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

X

રાજપીપળા વન વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો

વડિયા પેલેસ કેમ્પસમાં રૂ. 2 કરોડના ખર્ચે વિકાસ કાર્ય

વન વિશ્રામ ગૃહ સહિત વન કવચનું કરાયું લોકાર્પણ

શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓનું સન્માન કરાયું

રાજ્ય વન મંત્રી, સાંસદ અને ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત

નર્મદા જિલ્લા વન વિભાગ-રાજપીપળા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં રૂ. 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ વડીયા પેલેસ સંકુલમાં જે સર્કલ બનાવવામાં આવ્યા છે. તે તમામ સર્કલોના નામ નર્મદા જિલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં જે અધિકારીઓ નોકરી કરીને રિટાયર્ડ થઈ ચૂક્યા છે, તે અધિકારીઓના નામ પર સર્કલના નામ આપવામાં આવ્યા છે.

કરોડો રૂપિયાના ખર્ચે અહીં વિશ્રામ ગૃહ, વન કવચ અને આ જ કેમ્પસમાં સર્કલ બનાવવામાં આવ્યા છે. નર્મદા જિલ્લા વન વિભાગ-રાજપીપળા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં રૂ. 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વન વિશ્રામ ગૃહ ખાતે આવનાર પ્રવાસીઓને પણ રહેવા માટે આપવામાં આવશે. લોકાર્પણ પ્રસંગ બાદ સહભાગી વન વ્યવસ્થા જન સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડાંગના ઉપવનોની એક સીડીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમગ્ર વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર ફોરેસ્ટરો અને બીટ ગાર્ડને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તો બીજી તરફ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી ભાષણ આપતા જણાવ્યું હતું કે, જંગલની જમીનમાં ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ. સાંસદએ કહ્યું કે, બધા મને કહે છે કે, સાહેબ આવું બોલશો તો તમને કોઈ વોટ નહીં આપે. જેમાં મનસુખ વસાવાએ કહ્યું હતું કે, હું વોટ માટે રાજકારણમાં નથી આવ્યો, મને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે, અને જંગલની જમીનો પર થતા ગેરકાયદેસરના ખેડાણને અટકાવવું પણ મારી ફરજમાં આવે છે.

Next Story