Connect Gujarat
ગુજરાત

નર્મદા : નર્મદા સુગર ફેક્ટરી 1.15 લાખ લિટર ઇથેલોન બનાવવાના લક્ષ્યાંક સાથે દેશમાં પ્રથમ

નર્મદા જિલ્લામાં ધમધમતી નર્મદા સુગર ફેક્ટરી આજે ગુજરાત રાજ્ય અને દેશની અન્ય સુગર મિલો માટે પથદર્શક બની ગઈ છે.

X

નર્મદા જિલ્લામાં ધમધમતી નર્મદા સુગર ફેક્ટરી આજે ગુજરાત રાજ્ય અને દેશની અન્ય સુગર મિલો માટે પથદર્શક બની ગઈ છે.1.15 લાખ લીટરઇથેલોન બનાવવાના લક્ષયાંક સાથે નર્મદા સુગરની ટીમ કામ કરી રહી છે

નર્મદા જિલ્લામાં ધમધમતી નર્મદા સુગર ફેક્ટરી આજે ગુજરાત રાજ્ય અને દેશની અન્ય સુગર મિલો માટે પથદર્શક બની ગઈ છે.1.15 લાખ લીટરઇથેલોન બનાવવાના લક્ષયાંક સાથે નર્મદા સુગરની ટીમ કામ કરી રહી છે. દેશમાં એકતરફ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે દેશ અને રાજ્યની તમામ સુગર ફેક્ટરીઓ જો આવા પ્રોજેક્ટ થકી મોલાસીસ ઇથેલોન બનાવે તો આગામી સમયમાં ભારત જાતે જ પેટ્રોલ ડીઝલનું ઉત્પાદન કરતો થાય અને ક્રૂડ ઓઈલની ખરીદીમાંથી રાહત સાંપડે ત્યારે નર્મદા સુગર ફેક્ટરીનો ઇથેલોન પ્રોજેક્ટ એક ગૌરવ સમાન બની રહ્યો છે.

દેશભરમાં પેટ્રોલના ભાવો રૂ.100ને પાર થઇ ગયા છે ત્યારે હાલ દેશની ગણી ગાંઠી સુગર ફેક્ટરીઓ જ મોલાસીસનું ઉત્પાદન કરી તેમાંથી ઇથેલોન બનાવે છે. જોકે હાલ પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત યોજનામાં તેના માટે લોન સહાયની પણ જોગવાઈ કરીછે.2018માં નર્મદા સુગરે 60 કરોડના ખર્ચે ઇથેલોન પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જેમાં રોજના 250 મેટ્રીક ટન ઉંચી ગુણવત્તા વાળું મોલાસીસ બનાવી તેમાંથી 200 મેટ્રિક ટન બી.હેવી મોલાસીસથી ઉચ્ચ ક્વોલિટીનું ઇથેલોન બનાવે છે. જેને સીધું જ પેટ્રોલમાં ઉમેરી શકાય છે. આ ઈથેનોલ સુગર ફેક્ટરી હાલમાં સરકારી IOC, BPCL, HPCL કંપનીઓને વેચાણથી આપે છે. સરકારી ભાવ પ્રમાણે તેનાથી કરોડોની આવક સુગર ફેક્ટરીના વિકાસમાં અને ખેડૂતોને થાય છે.

Next Story