/connect-gujarat/media/post_banners/ca96a17a79188bc5a54cc85dd9e7abce6c19aae39b7626c6baa87d7e2b2d4bb3.jpg)
ડેડીયાપાડા AAPના ધારાસભ્ય વિરૂદ્ધ નોંધાય ફરિયાદ
ફોરેસ્ટ વિભાગે ચૈતર વસાવા વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
ફોરેસ્ટની જમીન પર ખેડાણ અંગે થઈ હતી બોલાચાલી
જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પ્રતિક્રિયા આપી
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે થયેલી બોલાચાલી મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે, ત્યારે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પ્રતિક્રિયા આપી હતી.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી, ત્યારે આ મામલે કલમ 386 હેઠળ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધપવામાં આવી છે, જે અંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પ્રતિક્રિયા આપી હતી. જુઓ શું કહી રહ્યા છે, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ...
તો બીજી તરફ, આ મામલે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સંકુતલા વસાવા, પીએ જીતેન્દ્ર સહિત અન્ય એક ખેડૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ 3 લોકોની ધરપકડ કરી હોવાનું જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેએ જણાવ્યુ હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મીને ઘરે બોલાવી મારામારી કરી એક રાઉન્ડ ફાયરિંગ પણ કરી હોવાની વાત પોલીસે કરી હતી, ત્યારે હાલ તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાને પકડવા પોલીસની અલગ અલગ ટીમો નર્મદા અને ભરૂચ સહિત રાજ્યભરમાં કામે લાગી છે.