રાજ્યમંત્રી ડિંડોરે ચૈતર વસાવાની કાઢી ઝાટકણી
ચૈતર વસાવાના અલગ બિલ પ્રદેશની માંગ નકારી
ચૈતર વસાવાને કહ્યા છેતર વસાવા
લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે ચૈતર વસાવા
મંત્રીના શાબ્દિક તીક્ષ્ણ બાણથી રાજકારણ ગરમાયુ
નર્મદા જિલ્લાના રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા,આ પ્રસંગે તેઓએ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર શાબ્દિક તીક્ષ્ણ બાણ છોડ્યા હતા.જેમાં તેઓએ અલગ ભીલ પ્રદેશની માંગણીને નકારી છે.તેમજ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, છેતરવાનું કામ કરે છે,જે છેતરી જશે તેમ કહી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ઝાટકણી કાઢી છે. જેમાં શિક્ષણ મંત્રીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર પ્રહાર કર્યા છે. તેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે ક્યા હિસાબે તમે અલગ ભીલ પ્રદેશ માંગો છો.
વધુમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે અલગ ભીલ પ્રદેશ ચલાવવાનું કઈ રીતે? રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની?ચૈતર વસાવા લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે.