નર્મદા: રાજપીપળામાં શેરી ગરબાની ધૂમ, MLA ડો.દર્શના દેશમુખ પણ ગરબે ઘૂમ્યા

નર્મદા જિલ્લાના રાજપીપળામાં શેરી ગરબાને જીવંત રાખવા માટે સંસ્કાર યુવક મંડળ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો

New Update
નર્મદા: રાજપીપળામાં શેરી ગરબાની ધૂમ, MLA ડો.દર્શના દેશમુખ પણ ગરબે ઘૂમ્યા

નર્મદા જિલ્લાના રાજપીપળામાં શેરી ગરબાને જીવંત રાખવા માટે સંસ્કાર યુવક મંડળ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો

શક્તિપૂજા પર્વ એટલે નવરાત્રી.માં જગદંબાની આરાધનામાં ગરબાનું અતિમહત્વ છે.આજના આધુનિક યુગમાં ડિસ્કો ડાન્સના તાલે યુવાધન તાલે ઝુમતા વર્ષો પુરાણી પરંપરા ભૂલી રહ્યા છે ત્યારે શેરી ગરબાને જીવંત રાખવા રાજપીપળા સંસ્કાર યુવક મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મારી દીકરી મારી શેરીમાં,મારી નજર સામે, જેવા નવા કન્સેપ્ટ સાથે રાજપીપળામાં આ મંડળ દ્વારા શેરી ગરબા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. કાછીયાવાડ વિસ્તારમાં અંબામાતાજી મંદિરે ધારાસભ્ય દર્શના દેશમુખે પણ ગરબા રમવાનો આનંદ માણ્યો હતો.