Connect Gujarat
ગુજરાત

નર્મદા: વડિયા ગામમાં ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક, તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

વડીયા ગામમાં તસ્કરોનો આતંક, ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે તપાસ શરૂ કરી.

X

રાજપીપળાના વડિયા ગામમાં ચડ્ડી બનીયાનધારી ગેંગનો આતંક જોવા મળ્યો હતો. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

રાજપીપલા નજીક વડિયા ગામ આવેલું છે જેમાં 30થી વધુ નાની મોટી સોસાયટીઓ આવેલી છે, અવાર નવાર ચડ્ડી બનીયન ધારી તસ્કરી ગેંગ આ સોસાયટીઓમાં ચોરી કરે છે અત્યાર સુધી કેટલીય બાઈકો ચોરાઈ અને ઘરના તાળા તૂટ્યા છે.

રોયલ સન સિટીમાં આ ચડ્ડી બનિયાન ધારીઓ ટેમ્પો લઈને આવી બે થી ત્રણ વિસ્તારોમાં વહેંચાઈ જાય છે.આજે રોયલ સન સિટીના ડબલ-એ વિભાગમાં આવીજ એક ચોરોની ટોળકી ત્રાટકી હતી, ચોરોએ સોસાયટીના ડબલ એ વિભાગના ઘર નંબર. AA 61 ને નિશાન બનાવ્યું હતું, પરંતુ ચોરોને તે ઘરમાંથી એક ચાંદીના સિક્કા સિવાય કસું હાથના લાગતા તે ઘરની આજુબાજુના ઘરોને ટાર્ગેટ કરવા સોસાયટીમાં ફરતા જોવા મળ્યા હતા.

જોકે અન્ય કોઈ ઘરને ચોરો ટાર્ગેટ બનાવે તે પહેલાં એક રહીસે બુમાંબૂમ કરતા ચોરો ભાગી ગયા હતા.આ તમામ દ્રસ્યો સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ અંગેની જાણ પોલીસ ને જાણ કરતા તુરંત રાજપીપલા ટાઉન પોલીસે આવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Next Story