/connect-gujarat/media/post_banners/012bd5222d8f6df1ec0c5969c47a3840eaa3bb0de6d6ab18a4b47ebae8173cc1.jpg)
નવસારીને મળી મોટી વિકાસ ભેટ
પુર્ણા નદી પર 110 કરોડ રૂપિયાના ટાઇટલ રેગ્યુલેટરી ડેમનું દેવી પૂજન
21 ગામોને અને 4,200 એકર જમીનને સિંચાઈનું પાણી મળશે
ગુજરાતમાં વિકાસ અને સરકારએ એકબીજાના અવિભાજ્ય અંગ બની ગયા છે ત્યારે નવસારી જિલ્લામાં વિકાસનું પોટલું ખૂલ્યું હોય તેવી સ્થિતિ છે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શહેરની પૂર્ણા નદી પર 110 કરોડ રૂપિયાના ટાઇટલ રેગ્યુલેટરી ડેમનું દેવી પૂજન કરીને વિકાસની ભેટ આપી છે.
વિકાસની રાજનીતિમાં મહારત હાંસલ કરવા માટે વિકાસના કામો કરવાએ આમ બની ગયા છે તેવા સમયે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવસારીની પૂર્ણા નદી પર 110 કરોડ રૂપિયાના રેગ્યુલેટરી ડેમનું ભૂમિ પૂજન કરીને નવસારી શહેરને અનોખી ભેટ આપી છે. 21 ગામોને ફાયદો પહોંચાડતા અને 4,200 એકર જમીનને સિંચાઈનું પાણી આપી શકે તેવા 29 દરવાજા વાળા ડેમનું નિર્માણ થવા જય રહ્યું છે. વર્ષોથી કરવામાં આવેલી માંગને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન અને તેમની ટીમ દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા નવસારી શહેરને કુલ ૨૦૦ કરોડ રૂપિયાના કામો અર્પિત કર્યા છે અને નવસારીને વિકાસના પંથે લઈ જવા માટે રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું જણાવ્યું હતું. ટાઈટલ રેગ્યુલેટરી ડેમના કારણે નવસારી શહેરને જલાલપુર અને નવસારી ગ્રામ્ય વિસ્તારને મોટો ફાયદો થશે તેવી વાત કરી હતી.
/connect-gujarat/media/media_files/2025/07/04/yellq-2025-07-04-10-48-18.png)