નવસારી : 2 દીકરી સાથે માતાના સામૂહિક આપઘાતનો મામલો, 2 બાળકી બાદ મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો...

 નવસારી શહેરમાંથી હૈયું હચમચાવી દેનારી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં 28 વર્ષીય મહિલા ખેવના હાર્દિક નાયક કે, જેને એક મહિનાનો ગર્ભ હતો.

New Update

હૈયું હચમચાવી દેનારી હ્રદયદ્રાવક ઘટના સામે આવી

માતાનો 2 દીકરી સાથે નદીમાં કૂદી સામૂહિક આપઘાત

પોલીસને ગઈકાલે 2 બાળકી મળી આવ્યા હતા મૃતદેહ

આજે પૂર્ણા નદીમાંથી મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો

દારૂડિયા પતિના ત્રાસથી પગલું ભર્યાનો પરિવાનોનો આક્ષેપ

 નવસારી શહેરમાંથી હૈયું હચમચાવી દેનારી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં 28 વર્ષીય મહિલા ખેવના હાર્દિક નાયક કેજેને એક મહિનાનો ગર્ભ હતો.

આ મહિલા 2 દિવસ પહેલાં 31મી ઓગસ્ટના રોજ તેની 2 દીકરી 4 વર્ષીય ધિયા નાયક અને અઢી વર્ષીય દ્વિજા નાયક સાથે ઘરેથી ગાયબ હતી. માતા તેની બન્ને પુત્રીઓ સાથે બહાર જઈ રહી હોવાનું CCTV કેમેરામાં પણ જોવા મળ્યું છે.

મહિલાએ પોતાની 2 નાની દીકરી સાથે પૂર્ણા નદીમાં કૂદીને આપઘાત કર્યો હતોજે ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. ગઈકાલે બન્ને બાળકીના મૃતદેહ અલગ-અલગ સ્થળેથી મળ્યા હતા. એક બાળકીનો મૃતદેહ વિરાવળથી અને બીજી બાળકીનો મૃતદેહ જલાલપોરમાં આવેલા સંતોષી માતાના મંદિર પાસેના ઓવારેથી મળ્યો હતો. જોકેમાતા ખેવનાનો મૃતદેહ પણ કરાડી ગામ પાસેથી વહેતી પૂર્ણા નદીમાંથી મળી આવ્યો છે. આ સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર નવસારી શહેરમાં ચકચાર મચાવી દીધી છે. જોકેદારૂડિયા પતિના ત્રાસથી પગલું ભર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. તો બીજી તરફગ્રામ્ય અને જલાલપોર પોલીસે આપઘાત પાછળના કારણોની વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

Latest Stories