નવસારી: સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ દાંડીના ગાંધી સ્મારકનો પણ થશે વિકાસ, પ્રવાસન વિભાગના સચિવે લીધી મુલાકાત

સચિવ આલોક પાલે નમક સત્યાગ્રહ સ્મારક અને સૈફી વિલાની પણ મુલાકત લીધી હતી અને લોકોને આવા ઐતિહાસિક સ્મારકની મુલાકાત લેવા અનુરોધ કર્યો

નવસારી: સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ દાંડીના ગાંધી સ્મારકનો પણ થશે વિકાસ, પ્રવાસન વિભાગના સચિવે લીધી મુલાકાત
New Update

ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ આલોક પાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવ્યા હતા. નવસારીમાં ઐતિહાસિક દાંડી ખાતે તેમણે નવા વિસામાનું લોકાર્પણ કર્યું હતું. સાથે સૈફી વીલા અને સત્યાગ્રહ સ્મારક ની પણ મુલાકાત લીધી હતી.

નવસારીના ઐતિહાસિક દાંડી સ્મારક નજીક પ્રવાસીઓ માટે સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. સચિવે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી અહીં આવ્યાં હતા જેનો ઇતિહાસ સૌને ખબર છે. અહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી સત્યાગ્રહ માટેનું સ્મારક બનાવવામાં આવ્યું છે.

ગાંધીજીએ જે આંદોલન ચલાવ્યું હતું એની ઝાંખી સાથે પ્રવાસીઓ માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવવામાં આવ્યું છે.પાર્કિંગ સાથે લોકોને નવા સાહિત્ય તેમજ અન્ય સુવિધા મળે તે પ્રકારની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. સચિવ આલોક પાલે નમક સત્યાગ્રહ સ્મારક અને સૈફી વિલાની પણ મુલાકત લીધી હતી અને લોકોને આવા ઐતિહાસિક સ્મારકની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

#Navsari #નવસારી #ગાંધી સ્મારક #પ્રવાસન વિભાગ #tourism department #Gandhi Memorial #સત્યાગ્રહ સ્મારક #ઐતિહાસિક સ્મારક #Historical monument #Alok Pal #Gujarat Historical monument
Here are a few more articles:
Read the Next Article