પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ગુજરાત સરકાર સહાય આપશે

સમાચાર : ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વધુ એક નવી યોજના અમલમાં મુકી છે. હવે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ

New Update

પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી ગુજરાત સરકાર

રાજ્ય સરકાર દ્વારા વધુ એક નવી યોજના જાહેર

પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા યોજના અમલમાં

દરેક નાગરિકને મળી રહેશે પ્રાકૃતિક શાકભાજી પાકો

ખેડૂતોને બિયારણખેતી ખર્ચ માટે પણ કરાશે સહાય

ગુજરાત સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વધુ એક નવી યોજના અમલમાં મુકી છે. હવે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણપ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા 20 હજાર પ્રતિ હેકટર સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજ પત્રમાં રૂપિયા 1 હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે.

ગુજરાત રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતોને બિયારણપ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા સહાયનું ઉત્તમ પગલું ભરવામાં આવ્યું છે.

 

#ગુજરાત સરકાર
Here are a few more articles:
Read the Next Article