New Update
/connect-gujarat/media/post_banners/973e5b69c20573024c620f36f819f3a29cd2bc65befe8c9f514aeabba462d074.webp)
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારેરાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચારઆવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે.
નોંધનીય છે કે સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળતો હતો પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં ડબ્બાએ રૂ.80 નો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ.20 નો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે સિંગતેલના ડબ્બાના ભાવ 2820 રૂપિયા થયા તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1500 રૂપિયા થયા છે.
Latest Stories