ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો, કમોસમી વરસાદથી ખેડૂતો મુકાયા ચિંતામાં

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અરવલ્લીના ભીલોડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભીલોડા, લીલછા, જુમસર સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી રોડ પરથી વરસાદી

New Update
rain varsad

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અરવલ્લીના ભીલોડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભીલોડા, લીલછા, જુમસર સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા સતાવવા લાગી છે. 

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા

બનાસકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.  આજે સવારે દાંતા, અંબાજી અને ધાનેરા પંથકમાં વરસાદ વરસ્યો છે.  દાંતાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.  રવિ સિઝનની શરૂઆતમાં જ કમોસમી વરસાદને લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.  યાત્રાધામ અંબાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. 

ઊંઝામાં પણ સવારે કમોસમી વરસાદ વરસ્યો

વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદને લીધે અંબાજીમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયુ હતું.   ધાનેરા અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસતા બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવવા લાગી છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં પણ સવારે કમોસમી વરસાદ વરસ્યો હતો.  થોડા સમય સુધી વરસેલા વરસાદથી ઊંઝાના રોડ-રસ્તા વરસાદી પાણીથી તરબોળ થયા હતા.  મગ, બાજરી, જુવાર,કપાસ અને કઠોળ પકવતા ખેડૂતોની પણ ચિંતા વધારી છે.  

બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની આગાહી 

અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટશે. જોકે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં હજુ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ હજુ યથાવત રખાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ એક અઠવાડિયા સુધી વાતાવરણમાં મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ કોઈ બદલાવ નહીં આવે.

Latest Stories