Connect Gujarat
ગુજરાત

હવે, અમદાવાદ-વડોદરાની સવારી થશે વધુ મોંઘી, એક્સપ્રેસ-વેના ટોલ ફીમાં વધારો..!

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ સવારી મોંઘી બની છે. એક્સપ્રેસ-વેમાં જે ટોલ ટેક્સ લેવામાં આવે છે તે ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે

હવે, અમદાવાદ-વડોદરાની સવારી થશે વધુ મોંઘી, એક્સપ્રેસ-વેના ટોલ ફીમાં વધારો..!
X

અમદાવાદ-વડોદરાની સવારી મોંઘી થવા જઈ રહી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર વિવિધ પ્રકારના વાહનો માટે ટોલ ટેક્સ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે વડોદરાથી અમદાવાદ જતી ફિલ વ્હીલરના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ સવારી મોંઘી બની છે. એક્સપ્રેસ-વેમાં જે ટોલ ટેક્સ લેવામાં આવે છે તે ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ટોલના ભાવમાં વધારો થતા હવેથી કાર, જીપ, વાન અને LMV (લાઈટ મોટર વ્હીકલ) પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્સ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. અમદાવાદથી નડિયાદ સીંગલ ટ્રીપ માટે રૂ. 65 અને રીટર્ન ટ્રીપના રૂ. 95 થશે. તો અમદાવાદથી આણંદની સીંગલ ટ્રીપ રૂ. 85 અને રીટર્ન ટ્રીપ રૂ. 125 થશે. આ ભાવ વધારાની જાહેરાત કરવામાં આવતા વધુ એક મોંઘવારીથી લોકો પરેશાન થયા છે. ઓઇલના ભાવ ઘટે છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા નથી. ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થશે, જે ન થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

Next Story