CM ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય,હવે ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવર ઉભા કરાશે તો મળશે 200% વળતર

ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે.

CM ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય,હવે ખેતીની જમીન પર ટ્રાન્સમિશન ટાવર ઉભા કરાશે તો મળશે 200% વળતર
New Update

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે.હાલની માર્ગદર્શિકામાં કરાયેલા સુધારા અંગે વાત કરતા મંત્રી દેસાઈએ જણાવ્યું કે, ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે.

આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે-તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે.રાજ્ય સરકારના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને કારણે હાલમાં જે વળતર મળે છે. તેમાં અંદાજે બે ગણો વધારો થશે. તેમણે રાઈટ ઓફ વે કોરીડોરની વાત કરતા ઉમેર્યું કે, ટ્રાન્સમિશન લાઈનના કારણે જમીનના મૂલ્યમાં થતાં ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે.

#CMO Gujarat #Gujarat government #Gujarat Farmers #ટ્રાન્સમિશન ટાવર #Transmission Tower #સરકાર ખેડૂતો પર મહેરબાન #agricultural land #ટ્રાન્સમિશન લાઇન
Here are a few more articles:
Read the Next Article