/connect-gujarat/media/media_files/2025/11/05/whatsapp-image-2025-2025-11-05-21-03-39.jpeg)
પૂનમ નિમિતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફુલોનો શણગાર કરાયો અને દાદાને ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તારીખ : 05-11-2025ને બુધવારના રોજ સાળંગપુરમાં દાદાને પ્યોર સિલ્કના વાઘા એવં ઓર્કિડ અને ગુલાબના ફુલોનો શણગાર કરાવવામાં આવ્યો છે. દાદાને ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે,દાદાને એલચી અને બદામનો હાર પહેરાવ્યો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં 10 દિવસની મહેનતે 4 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘામાં વિશેષ જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. દાદાને ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે તો સિંહાસને ઓર્કિડ અને ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવ્યા છે. આ શણગાર કરતાં 3 સંતો, ભક્તો અને પાર્ષદોને 4 કલાકનો સમય લાગ્યો હતો.