Connect Gujarat
ગુજરાત

વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે યુવા નેતાઓએ સીએમ ભુપેન્દ્ર પટેલને રેડ રીબીન પહેરાવી

એચઆઇવી સંક્રમણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઇડ્સ ડે મનાવવામાં આવે છે.

વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે યુવા નેતાઓએ સીએમ ભુપેન્દ્ર પટેલને રેડ રીબીન પહેરાવી
X

વિશ્વભરમાં એચઆઇવી સંક્રમણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વર્લ્ડ એઇડ્સ ડે મનાવવામાં આવે છે. ત્યારે આજ રોજ વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે ગુજરાતના યુવા નેતાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રેડ રીબીન પહેરાવી હતી. મુખ્યમંત્રીએ HIV/AIDS સાથે જીવતા લોકોના ગુજરાત સ્ટેટ નેટવર્કના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો- GSNP દ્વારા કરવામાં આવેલ સમુદાયની જરૂરિયાતોની નોંધ લીધી અને ગુજરાત સરકાર તરફથી દરેક સહાયની ખાતરી પણ આપી.

ઉલ્લેખનીય છે કે, WHOએ સૌથી પ્રથમ વિશ્વ એઇડ્સ ડેને વૈશ્વિક સ્તરે મનાવવાની શરૂઆત ઑગષ્ટ 1987માં કરી હતી. વર્લ્ડ એઇડ્સ ડે મનાવવાનો ઉદ્દેશ્ય એચઆઇવી સંક્રમણના કારણે થતી મહામારી એઇડ્સ વિશે દરેક ઉંમરના લોકો વચ્ચે જાગરૂકતા વધારવાનો છે. એઇડસ આજના આધુનિક સમયની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. UNICEFના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 36.9 મિલિયનથી વધારે લોકો HIVના શિકાર થઇ ચુક્યા છે. જ્યારે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ભારતમાં એચઆઇવીના દર્દીઓની સંખ્યા લગભગ 2.7 મિલિયનની આસપાસ છે. વિશ્વમાં દરરોજ પ્રત્યેક દિવસે 980 બાળકો એચઆઇવી વાયરસથી સંક્રમિત થાય છે, જેમાંથી 320નું મૃત્યુ થઇ જાય છે. વર્ષ 1986માં ભારતમાં પ્રથમ એઇડ્સનો કેસ જોવા મળ્યો હતો.

Next Story
Share it