Connect Gujarat
ગુજરાત

"બેવફા સનમ તારી મહેરબાની" ગીત પર સાબરકાંઠા નજીક મોજમાં આવ્યા યુવાનો, અને આવ્યો ધડામ દઇને અવાજ...

X

અકસ્માતનો લાઇવ અને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો

કારમાં સવાર યુવકના મોબાઇલમાં વીડિયો રેકોર્ડ થયો

કારમાં સવાર યુવાનો ગુજરાતી ગીતમાં મગ્ન બનતા સર્જાય ઘટના

"બેવફા સનમ તારી મહેરબાની" ગીત પર આવ્યા હતા મોજમાં

સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલિયા નીચે ઘુસી

રાજ્યમાં સતત અકસ્માતોની ઘટના સામે આવી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સાબરકાંઠામાં બની છે. જેમાં અકસ્માતનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે. પૂરપાટ ઝડપ અને બેદરકારીપૂર્વક વાહન હંકારવાના લીધે અકસ્માતના સ્વરૂપમાં ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવતો હોય છે, ત્યારે આવું જ કંઇક સાબરકાંઠામાં સર્જાયેલા અકસ્માતમાં જોઇ શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવાનો "બેવફા સનમ તારી મહેરબાની" ગીત પર મોજમાં આવ્યા હતા, અને સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલીયા નીચે ઘૂસી ગઇ હતી. અકસ્માતનો લાઇવ વીડિયો ખૂબ જ ચોંકાવનારો છે. અકસ્માતગ્રસ્ત કારમાં બેઠેલા યુવકના મોબાઇલમાં વીડિયો રેકોર્ડ થઇ રહ્યો હતો, ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. અકસ્માતમાં કાર સવાર 7થી વધુ યુવકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી

Next Story