/connect-gujarat/media/media_files/2025/10/18/varsad-2025-10-18-20-33-24.jpg)
આગામી દિવસોમાં હજુ પણ વરસાદ લાવતી 2 સિસ્ટમ બનવાની છે. આ સિસ્ટમની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં કેવી થશે અને સિસ્ટમની રાજ્ય પર અસર થશે તો ક્યાં વિસ્તારમાં અને કઇ તારીખથી વરસાદ આવશે.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લઇ રહી છે. 24 ઓક્ટોબરની આસપાસ લો પ્રેશર એરિયા બનશે અને હવામાન મોડલના આંકલન મુજબ કહી શકાય કે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને આગળ વધીને તમિલનાડુ પર આવશે. જો આ સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી પસાર થશે તો આ સિસ્ટમ આગળ જતાં ગુજરાતમાં ફરીથી વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે 24 ઓક્ટોબર બાદ રાજ્યમાં વરસાદ વરસી શકે છે.
હાલની ગુજરાતના હવામાનની વાત કરીએ તો 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. તાપી, સુરત, વલસાડ નવસારી, ડાંગમાં વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.
હાલ અરબી સમુદ્રમાં તૈયાર થઇ રહેલી વધુ એક સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ પ્રેશર એરિયામાં ફેરવાઇ ચૂકી છે. લો પ્રેશર એરિયા મજબૂત થયા બાદ આ સિસ્ટમ ડિપ્રેશન બનશે. જો કે આ સિસ્ટમની અસર ગુજરાત તરફ ફંટાવવાની શકયતા નહિવત છે, તેથી આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવે તેવી હાલ તેવી શક્યતા નથી.