Connect Gujarat
ગુજરાત

“ઓપરેશન રૂપાલા” : ભરૂચમાં રાજપૂત સમાજની બહેનોએ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા PM મોદીને લખ્યા 2 હજાર પોસ્ટકાર્ડ...

X

પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત નિવેદન આપવાનો મામલો

ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી મુદ્દે ગુજરાતભરમાં વિરોધ

સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં જોવા મળ્યો ભારે આક્રોશ

રાજપૂત સમાજની બહેનોએ PM મોદીને લખ્યા 2 હજાર પત્ર

પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા ક્ષત્રિય સમાજની માંગ

ભરૂચમાં રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2 હજાર પોસ્ટકાર્ડ લખી પુરષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તેમની ઉમેદવારી રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન સામે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે ભરૂચ શહેર સહિત વિવિધ તાલુકા મથકે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના નિવેદનનો વિરોધ કરી તેઓની ટીકીટ રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા “ઓપરેશન રૂપાલા” અને “બોયકોટ રૂપાલા”ના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચમાં રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2 હજાર પોસ્ટકાર્ડ લખી પુરષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તેમની ઉમેદવારી રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ બાબતે રાજપૂત સમાજની મહિલાઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એક મહિલા સંમેલન દરમિયાન એક વચન આપ્યું હતું કે, મારી બહેનો જો તમને કોઈ મુશ્કેલી પડે કે, કોઈ રજૂઆત હોય તો તમારા ભાઈને માત્ર એક પોસ્ટકાર્ડ લખી યાદ કરજો. હું તમારી મુશ્કેલી દૂર કરીશ, ત્યારે ભરૂચના રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા 2 હજારથી વધુ પોસ્ટકાર્ડ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યા છે.

Next Story