ગુજરાતમાં ઓરેન્જ-યલો “એલર્ટ” : આજે તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા, બપોરના સમયે બહાર ન નીકળવું હિતાવહ

સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.

ગુજરાતમાં ઓરેન્જ-યલો “એલર્ટ” : આજે તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા, બપોરના સમયે બહાર ન નીકળવું હિતાવહ
New Update

સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મોટા ભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી આસપાસ રહ્યું હતું, ત્યારે આજે પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર સહિતના જિલ્લાનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. જેમ જેમ દિવસ પસાર થશે તેમ શરીર દઝાડતી ગરમી પડશે. છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 44.9 જ્યારે લઘુતમ 31.2 ડિગ્રી નોંધાયું હતું.

મહત્વનું છે કે, 44.9 ડિગ્રી એ આ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે રાજ્યના 8 શહેરોમાં હીટવેવની અસર રહી હતી, જ્યારે જુનાગઢના કેશોદમાં સિવિયર હીટવેવની અસર રહી હતી. હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી અનુસાર હજુ પણ આગામી ચાર દિવસ વિવિધ જિલ્લાઓમાં હીટવેવની અસર રહેશે, ત્યારે ગઈકાલે ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર તેમજ ભાવનગરના મહુવામાં તથા આણંદમાં, બનાસકાંઠાના ડીસામાં, દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હીટવેવની અસર રહી હતી. આજે પણ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સાથે હીટવેવની શક્યતાઓ છે. એક તરફ ગરમીના કારણે ગુજરાતમાં અનેક લોકોના ગભરામણ થવાથી તેમજ શ્વાસ ન લેવાની તકલીફથી મોત નીપજ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

જેથી લોકોએ બપોરના સમય બહાર ન નીકળવું હિતાવહ રહેશે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, બપોરના 12:00 વાગ્યાથી 4:00 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવું. પરંતુ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં રાત્રે 8:00 વાગ્યા સુધી પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. રાત્રે પણ ગરમ લૂ જેવા પવનો ફૂંકાતા હોય છે. જેના કારણે પણ હીટસ્ટ્રોકની અસર થઈ શકે છે.

#Gujarat #Orange-yellow #alert #Temperatures #45 degrees
Here are a few more articles:
Read the Next Article