છેલ્લા એક મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2.50 લાખ પ્રવાસીઓ નોંધાયા

વેકેશનના અંતિમ શની-રવીએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી પહોચ્યા આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ નોંધાયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી
New Update

ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે એકમાત્ર પસંદગીનું સ્થળ

એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસન ધામ

છેલ્લા એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ અનેક પ્રવાસીઓ અભિભૂત થયા

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓનો ધસારો વધ્યો

 ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બન્યું છે. છેલ્લા એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા છે. હાલ ચાલી રહેલા ઉનાળુ વેકેશનમાં રાજ્યના અનેક પ્રવાસન ધામ ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છેત્યારે વેકેશનના અંતિમ શની-રવીએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા જિલ્લા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી પહોચ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વર્ષ 2018થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. જે બતાવે છે કેદુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે. પાછલા મહિના વાત કરીએ તો અંદાજે 2.50 લાખ પ્રવાસીઓ SOU આવી ચૂક્યા છેત્યારે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ નોંધાયા છે.

જોકે41થી 45 ડીગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા SOU સત્તા મંડળ દ્વારા SOUની તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા હોય છે તે પ્રવાસીઓ પણ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે. જે પ્રવાસીઓ અહીં એક વાર આવે તેઓને વારંવાર આવવાનું મન પણ થાય છે.

#સ્ટેચ્યુઓફયુનિટી #પ્રવાસી #પ્રવાસન ધામ #ઉનાળુ વેકેશન
Here are a few more articles:
Read the Next Article